Ayunature Care Clinic

ગરમીમાં ઠંડા પીણા નહી, પીવો આ ૧૦ “દેશી પીણા”.

ગરમીમાં ડિહાઈડ્રેશન થી બચવા માટે ઠંડા પીણાં કે સોડા પીવાના બદલે કુદરતી વસ્તુઓથી બનેલા પીણાં પીવાની ડોક્ટર્સ પણ સલાહ આપે છે. જેમાં નાખેલા અલગ અલગ મસાલાથી સ્વાદ વધે છે, વળી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અમે તમને જણાવી રહ્યાં છીએ એવા 10 દેશી પીણાં બાબતે.

કેરીનો બાફલો – કાચી કેરીનો બાફલો ગરમીમાં લૂ થી બચવા માટે ઉત્તમ વિકલ્પ છે. એમાં વિટામિન સી નું પ્રમાણ વધારે હોય છે જેના કારણે આપને તરત એનર્જી મળે છે.

કેવી રીતે બનાવશો- કાચી કેરીને છોલીને ઉકાળી લો. એમાં સંચળ, ફૂદીનો, ખાંડ નાખીને મિકસરમાં નાખીને મિક્સ કરીદો. આને ગ્લાસમાં કાઢો અને પછી પીરસો.

શિક્ંજી – ઉનાળામાં શિક્ંજી પીવાથી તમને તરત જ એનર્જી મળે છે. શિક્ંજી આ સિઝનમાં થવાવાળી ડલનેસને દૂર કરે છે. આને બનાવીને થોડા દિવસો સુધી ફ્રીઝમાં મૂકી શકાય છે.

કેવી રીતે બનાવશો – એક જગમાં પાણી લો. એમાં લીંબુનો રસ, જીરા પાવડર, સંચળ અને ખાંડ ભેળવી દો. હવે શિક્ંજીને ગરણીથી ગાળીને ગ્લાસમાં નાખો અને બરફના ટુકડા નાખી પીરસો.

મેંગો મિંટ લસ્સી – કેરી અને ફુદીનાથી બનેલી લસ્સી ઉનાળામાં તમને ફ્રેશ રાખશે. આ શક્તિવર્ધક પીણાને બનાવી તરત પીરસો.

કેવી રીતે બનાવશો – કેરી, ખાંડ, ફૂદીનો, ઇલાયચી પાવડર, લીંબુનો રસ અને દહીંને મેળવી મિકસરમાં નાખીને મિક્સ કરી દો. કેરી નરમ થવાથી તેને ગ્લાસમાં કાઢો અને પીરસો.

ફુદીનાનું શરબત- ફુદીનાનું શરબત ઉનાળામાં ડિહાઈડ્રેશન અને લૂ થી બચાવે છે. આ પાચન પ્રક્રિયા સારી કરે છે.

કેવી રીતે બનાવશો – મિકસરમાં ફૂદીનો, ખાંડ અથવા ગોળ, મધ, સંચળ કાળામરી અને જીરા પાવડર મેળવીને દળી લો. આ પેસ્ટની ઓછી માત્રાને પાણી સાથે મેળવી ગ્લાસમાં નાખો અને બરફ મેળવી પીરસો.

છાશ- આને પીવાથી પેટની બળતરા અને એસિડિટી દૂર થાય છે. છાશ પીવાથી વજન ઓછું થાય છે અને પાચન પ્રક્રિયા સારી રહે છે.

કેવી રીતે બનાવશો – દહીંમાં મીઠું,સંચળ,જીરા પાવડર અને હિંગ મેળવી મિકસરમાં મિક્સ કરી દો. આમાં બરફ મેળવી ગ્લાસમાં નાખી પીરસો.

ગુલાબનું શરબત – આ શરબત પીવાથી પેટની બળતરા દૂર થાય છે.આ શરીરને ઠંડુ રાખે છે.

કેવી રીતે બનાવશો- એક કડાઈમાં પાણી અને ખાંડ નાખીને ચાસણી બનાવી લો. એમાં ગુલાબજળ, ઇલાયચી પાવડર અને તાઝા ગુલાબની પાંદડીઓની પેસ્ટ નાખો. આને ગાળીને ફ્રીઝમાં મૂકી દો. પીરસતી વખતે આ શરબતને પાણી સાથે મેળવીને પીરસો.

જલજીરા- આને પીવાથી એસિડિટી અને ડિહાઈડ્રેશન દૂર થાય છે.જલજીરા ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટેનો શ્રેષ્ટ વિકલ્પ છે.

કેવી રીતે બનાવશો – પાણીમાં જીરા પાવડર, સંચળ, આમચૂર પાવડર, લીંબુનો રસ, થોડી ખાંડ અને ફુદીનાના પાંદડાની પેસ્ટ બનાવી લો. આમાં બરફના ટુકડા નાખીને પીરસો.

એલોવેરા જ્યુસ- આ જ્યુસ ઉનાળામાં ચામડીને સૂકી થતી રોકવામાં મદદરૂપ થાય છે. આ પાચન પ્રક્રિયાને સુધરે છે. આને પીવાથી તરત જ એનર્જી મળે છે. અને ગરમીમાં પણ ત્વચાની ચમક જળવાઈ રહે છે.

કેવી રીતે બનાવશો – એલોવેરાની કાંટાળી કિનારી કાઢી નાખો. આના પાંદડાની વચ્ચે રહેલો ગર્ભ નિકાળી દો. આને મિકસરમાં નાખીને લીંબુ અથવા નારંગીનો જ્યુસ અને મીઠું મેળવી દળી લો. અને બરફના ટુકડા નાખીને પીરસો.

બિલાનું શરબત- ઉનાળામાં આને અમૃત સમાન માનવામાં આવે છે. આ ઝાડાને મટાડવા માટે મદદરૂપ છે. પાચન પ્રક્રિયા સારી રાખે છે અને લૂ થી બચાવે છે.

કેવી રીતે બનાવશો- બિલાના ગર્ભને કાઢીને સારી રીતે મસળી નાખો.આમાં ખાંડ,સંચળ,જીરા પાવડર અને ચાટ મસાલો મેળવી મિકસરમાં મિક્સ કરો.આમાં બરફ નાખી પીરસો.

આંબલીનું શરબત-ગરમીથી બચવા આ રાજસ્થાની પીણાને પીઓ.લૂ થી રાહત મેળવવાનો આ અસરકારક ઉપાય છે.

કેવી રીતે બનાવશો- આંબલી અને પાણી મેળવીને બે કલાક માટે મૂકી દો. મિશ્રણને ગાળીને એમાં ખાંડ, કાળા મરીનો પાવડર, ઇલાયચી પાવડર, સંચળ, મીઠું, બરફ અને પાણી નાખી સારી રીતે મિક્સ કરો. આને ગ્લાસમાં નાખો અને પીરસો.

Ayunature Care Clinic

એક ટીપું ઓઈલ પેન માં નાખી કુક કરવાની ફેશન

જેમ એક ચુટકી સિંદુર ની કીમત રમેશબાબુ ને નતી ખબર એમ એક ટીપું ઓઈલ ની કીમત આજની રસોડા ની કરીનાઓ ને નથી ખબર… આજકાલ બસ એક ટીપું ઓઈલ નાખી વાનગી બનાવવી એ એક ફેશન થઇ ગઈ છે; પાતળી પરમાર બનવાની હોડો જામી છે, ટ્રેક પર દોડી પ્રસ્વેદ બિંદુઓ થી નીતરતી લલનાઓ ખુશ્બુ ગુજરાતણ કી ફેલાવી ને… જીમો(જીમ નું બહુવચન) ને તરબતર મદ મસ્ત રાખે છે…

પણ કદર દાન મહેરબાન શું સાચે તમે ઓબેઝ છો?? શું આ ઊછળ કુદ ને ડાયેટો જરૂરી છે??ડીયર આંટીઝ ઇતના દૌડકે ક્યાં દિલ્હી જાઓગી??? સુન તો લો…

આયુર્વેદ માં કહ્યું છે કે ચાલતી કે દૌડતી વખતે “ચલ સ્ફિક ઉદર સ્તન” અર્થાત નિતંબ, ફાંદઅને ઉરોજ વગેરે ઉપાંગો ચાલતી કે દૌડતી વખતે હલતા હલતા હોય તો તમે મેદોરોગ ના રોગી છો, જો નહિ તો બોસ મૂકી તો આ જીમ ને ડાયેટ ખાખરા.. તમે આના માટે બન્યા જ નથી… આ શરીર નો શુદ્ધ મેદ છે તમારું બેંક બેલેન્સ છે. અમુક અંગો ઉપાંગો માં મેદ જરૂરી છે, પહેલા વજન દાર મહિલાઓ શેઠાણી માં ખપતી, ને સુડોળ ભરેલી શીંગ જેવા શરીરો સૌન્દર્ય માં ખપતા. સમજ્યું શું ને કર્યું શું? આંખ નું કાજળ ગાલે ઘસ્યું એવો ઘાટ ઝીરો ફિગર નો કર્યો છે. પોષણ નું કામ સ્તન ની ચરબી ને ગર્ભાશય ના રક્ષણ નું કામ ઉદરસ્થ ચરબી આંશિક રીતે કરે છે. હા અહી એક બીજી વાત સમજવા જેવી છે કે ઘણી બહેનો ને માત્ર હાથ ના બાવડાં વધવા, માત્ર પેડુ નો ભાગ ફૂલી જવો કે માત્ર નિતંબ નો ભાગ વધવો વગેરે જોવા મળે છે. સ્ત્રીઓ માં માસિક દરમિયાન ખાવા પીવા ના ધ્યાન ન રાખવાથી પેડુ વગેરે માં ચરબી ભરાઈ આ ભાગો ફૂલી જાય છે, માસિક વખતે ન પચે એવા ભારે કે દૂધ ના ખોરાક લેવાથી પચતા નથી અને તેનું ચરબી માં રૂપાંતર થાય છે, આ વખતે શરીર માં લોહી માં ખાટો ભાગ વધી જતો હોવાથી આવા ખોરાક ન લેવા અને આરામ કરવો સારો….

પ્રસુતિ પછી પણ ગર્ભાશય શુદ્ધ થાય તેવા ઉકાળા ૩ મહિના લેવા, ૬ મહિના સુધી રોજ માલીશ શેક લેવા અને સુંઠ ની રાબ પીવા થી થાયરોઈડ જેવા રોગો કે મેદભરાતો નથી… વળી આવું જ પાલન માસિક બંધ થયા પછી મેનોપોઝ માં કરવાનું રહે છે તો ક્યારેય મેનોપોઝ પછી વજન વધતું નથી શરીર માં જેટલા પણ છિદ્રો છે ત્યાં બધે જ સ્નેહ-તેલ ધારણ કરવાનું કહ્યું છે. કેમકે શરીર માં બળ આપવું, ધારણ કરવું, ને શરીર ને ટકાવવું બધા કામ કરનારી ધાતુઓ સ્નેહ સમાન દ્રવ્યો થી જ બનેલી છે. સંદેશાઓ ની આપ લે કરતી નર્વસ સીસ્ટમ કે શરીર ના અંતઃસ્ત્રાવો કે પછી શરીર ના કોષ થી માંડી ને મોટા માં મોટા અંગો સુધી બધે જ સ્નેહ જ સ્નેહ છે… હાડકાં મગજ ની અંદર તો સાંધા ની બહાર ની કેપ્સુલ બધે જ સ્નેહ, જ્યાં સ્નેહ ઘટ્યો ત્યાં કકળાટ ચાલુ… એ દાંપત્યજીવન હોય, ધંધો હોય કે તમારો સાંધો હોય કટ કટ અવાજ ચાલુ…. ને આવા સ્નેહ યુક્ત શરીર ને જીવન માં એક ટીપું ઓઈલ ની વાનગીઓ થી શું થવાનું??? તેલ ઘી ના ખાવાથી કોરા પડી ગયેલા હદય ધમનીઓ માં પણ કાઠીન્ય આવી હાર્ટએટેક આવી શકે… જુના જમાના માં માંડવે ઘી પીવા સ્પર્ધા થતી, પેશીયલ ઘી પીનારા ભડવીરો ને જાને જોડાતા, લચ પચતા લાડુ ૫૦-૧૦૦ એક બેઠકે તમણ ની દાળ ના સબડકા સાથે પેટુડે પધરાવતા ભૂદેવો મોટી ફાંદ લઇ ૮૦-૧૦૦ વરસ એમ નેમ ખેંચી નાંખતા… બસ કોક ના રવાડે આ શિયાળે ના ચડશો, શરીર ની તાકાત વધે એવી કસરત કરો એવો સ્નેહ યુક્ત ખોરાક લો, એટલો જ સંભોગ કરો કે એ સ્નેહ પણ ટકી રહે… શરીર ને કામ કરવા કેટલી ગરમી જોઈએ એના માટે ઉષ્ણાંક નક્કી કરેલા છે, હિન્દુસ્તાન જેવા ગરમ દેશ માં ઊંઘ, હળવી કસરત, રોજિંદુ કામ નોકરી અને આરામ બધા ને ગણતા આશરે ૨૫૦૦ થી ૪૦૦૦ જેટલો રોજનો ઉષ્ણાંક બેસે છે, અને એ મુજબ ના ખોરાક માટે ૬૦ મિલી જેટલા રોજીંદા તેલ ઘી લેવાના થાય છે, તો જ શરીર નું સાચું સંગઠન થાય આમાં એક ટીપું ક્યાં ગ્યું?? પણ હવે તો પતિઓ ને પોલીઓ ના ટીપાં પીવડાવતી હોય એમ એક બે ટીપા માં વાનગીઓ વઘારતી ગૃહિણીઓ ક્યાંક હાર્ટએટેક, ઓસ્ટીઓઆર્થ્રારાઈટીસ, સોજા, નામર્દાઈ, ચામડી ના રોગો માટે તમે પારણું બાંધી રહ્યા છો એ ના ભૂલશો. વિટામીનો ઓગાળવા માટે અને શરીર નું જીવાણું સામે રક્ષણ કરવા આ સ્નેહ જ કટપ્પા બની કુદી પડે છે એને અવગણવો ભારે પડી શકે. જો વ્યન્ધ્યત્વ ના કારણો તપાસવા માં આવે તો ૮૦% માં જીવન અને શરીર બંન્ને માં સ્નેહ નો અભાવ જોવા મળશે. તો સ્નેહ માં ગાય નું ઘી/માખણ અને તલ નું તેલ બેસ્ટ… શરીરે ચોળો ખાવ પીવો બસ પચાવવાની તાકાત રાખો. બાકી મળતા બાજારુ તેલો જે કોલેસ્ટેરોલ કમ કરવા વપરાય છે તે બધા થી ચામડી ના રોગો અને આંખ ના રોગો થાય છે, અળસી ના તેલ હોય કે કસુંબી (Xફોલા) બધા પિત્ત વધારનારા સાબિત થાય છે. અમુક તેલ માં કરેલા મિશ્રણો થી જલોદર ને લકવા જેવા રોગો મહામારી ના રૂપ માં ફેલાયા હોવાનું જાણવા મળેલ છે. વળી એક પ્રયોગ માં ૨૭૦સે. પર ઉકાળેલા તેલ ઉંદર ને આપતા તેમનું વજન તો વધેલ પરંતુ તેમને કેન્સર અને લીવર ની બીમારી થયેલ એવા રીપોર્ટ મળેલ… તો આવા તેલો માં બનાવેલ ચટાકા ખાવાનું પણ બંધ કરવું જોઈએ…

ચાર્વાક કહે છે “યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પિબેત” સુખે થી જીવો યાર. દેવું કરીને પણ ઘી પીવો.. આ હાંફતી જિંદગી માં ભગવાને શ્વાસ પણ ગણી ને આપ્યા છે, અત્યાર થી વાપરી નાખશો ને કોક દી શ્વાસ ની પણ નોટ બંધી આવી તો શું કરશો?? જો થોડું ઘણું પણ વજન વધ્યું છે તો ભૂખ્યા પેટે ચાલી ને ઉતારો યાદ રહે જમ્યા પછી ચાલવાથી વજન વધે છે. તેના થી ચરબી બળતી નથી. ૬૪૦ મિલી પાણી ને ઉકાળી ૮૦મિલિ રહે ત્યાં સુધી બાળી નાખો તેમાં ૨૦ મિલી મધ ઉમેરી બે ચપટી સુંઠ નાખી પીવો…

રોજ પેટ સાફ રાખો ને આખો શિયાળો ઉકાળી ને આઠમો ભાગ બાળી નાખેલું પાણી જ પીવો …

ને કસરત માં બેસ્ટ એટલે સૂર્ય નમસ્કાર… શરીર ની તાકાત મુજબ કરો… વજન ઘટે શરીર સુડોળ બને ને મેદ ઓગળે ઓગળે ને ઓગળે જ… ઈંટ નું બારીક ચૂર્ણ ને જવ નું ચૂર્ણ બનાવી નિતંબ જેવા વધુ ચરબી મય ભાગો ઉપર સહેજ તલ ના તેલ નો હાથ લગાવી રુંવાડા ની ઉલટી દિશા માં ઘસો બહેનો મેદ ચોક્કસ ઓગળશે… ઓવન, ફ્રીઝ, બારીક લોટ ના વપરાશ ઘટાડો અને જવ ની રોટલી અને ધાન્યો શેકી તેની વેજીટેબલ ખીચડી બનાવી ખાવ. ભૂખ્યા રહેવા કરતા પેટ ભરાઈ જાય પણ લુખ્ખાં હોય તેવા ધાન્યો ખાઈ વજન કમ કરો… પણ આડેધડ ઉપવાસ, જીમ અને ડાયેટ કરવાથી બકરું કાઢતા ઊંટ પેસી ના જાય તે જોજો… બસ આ શિયાળે બધી બાબતો માં કોક ના રવાડે ના ચઢતા… ને પેલું એક ટીપું ઓઈલ કુકિંગ ને તિલાંજલિ આપી દેજો બસ…

Ayunature Care Clinic

દર્દ દિલો કે કમ હો જાતે …Heart Diseases મુખ્ય કારણ

રીમા લાગુ પછી બીજી હદય રોગ ના હુમલા થી અપમૃત્યુ પામનાર અભિનેત્રી શ્રીદેવી અચાનક કાર્ડિયાક એરેસ્ટ નો શિકાર બન્યા.દિલ ઉપર ઘણી જ ફિલ્મો થી માંડી ગીતો ગવાઈ ચુક્યા છે કેમકે દિલ હૈ કી માનતા નહિ.હદય એક સ્વાયત્ત (Autonomus) અવયવ છે.જેમ હાલ આંતરડા ને પોતાને એક મગજ હોય છે એ દિશામાં શોધો થઇ રહી છે એમ વર્ષો થી હદય ને પોતાની એક સ્વતંત્ર કાર્યપ્રણાલી છે એ સિદ્ધ થઇ ચુક્યું છે. જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતી… જે હદય આખા શરીર માં પમ્પીંગ કરી લોહી પહોંચાડે પરંતુ જયારે તેને જ કામ કરવા લોહી પહોંચાડતી નળીઓ કોરોનરી આર્ટરીઝમાં જ્યારેખામી સર્જાય ત્યારે બ્લોકેજ, ફેઇલ્યોર, એરેસ્ટ, માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે. ચોક્કસ ભાગ માં લોહી પહોંચતું બંધ થવાથી તે ભાગ ના કોષો મૃત-જડ થતા જાય તેને માયો કાર્ડિયલ ઇન્ફાર્કશન કહે છે.તે વધવાથી કે બ્લોકેજ મુખ્ય નળી માં હોય તો અચાનક હદય બંધ પડી જાય છે…

આયુર્વેદ માં હજારો વર્ષ પહેલા શરીર માં મુખ્ય ત્રણ મર્મો નું વર્ણન કરેલું છે. મર્મ એટલે વાઈટલ પાર્ટ કે જેમાં પ્રાણ રહે છે. જે છે હદય,બસ્તિ(કીડની સહીત બ્લેડર) અને મસ્તિષ્ક. આજે પણ આ ત્રણ ભાગ ના રોગો કે આ ત્રણ ભાગ ના ઓપરેશન માં પ્રાણ નો ખતરો ખાસ રહેલો હોય છે. જાડો હોય એને હદય રોગ વધુ થાય, ચરબી વાળા ને વધુ થાય એવું સાંભળ્યું હતું તો આ પાતળા બાંધા ના લોકો ને પણ થાય છે એનું શું?? ચાલો કારણો તપાસીએ…

  • ચિંતા: સતત માણસ ને કોરી ખાનારી કોઈક ને કોઈક ચિંતા, કોઈક વાત નો સતત ભય, ત્રાસ વગેરે કારણો થી શરીર ના હદય માં રહેલું ઓજ તત્વ ઘટે છે અને હુમલો થઇ શકે. શરીર નું ઓજ કે ઓરા માપવાના કેમેરા પણ આવી ચુક્યા છે. ખુશ વ્યક્તિ અને દુઃખી ની ઓરા અભણ પણ અલગ તારવી શકે છે. અચાનક મન પર આઘાત થવાથી પણ હુમલા ના કિસ્સા બને છે. જેમ જેમ વિકાસ અને સાધનો વધતા જાય છે તેમ તેમ લોકો ની અપેક્ષાઓ વધતી જાય છે. અધીરાઈ અને ચડસાચડસી ની દૌડ અને દેખાદેખી માં પાછળ રહી જવાથી હદય જાણે વિંધાય છે. આ આઘાતો હુમલા તરફ દોરી જાય છે.
  • ખોટા ઉપચારો: કોઈક પણ રોગ થાય તરત દબાવી દેવો, વધારે પડતી પાવર વાળી દવાઓ, દુઃખાવા ની દવાઓ, વિટામીન ના ફાંકડા, વારેતહેવારે શોખ ખાતર કરાવતા ઓપરેશન હદય ને ચોક્કસ નુકસાન પહોંચાડે છે.રોજ પેટ સાફ કરતા ભારે દવાઓ લેવાથી પણ હાર્ટએટેક આવી શકે કોક વાર હરડે પણ શરીર માંથી સ્નેહ ઓછો કરી વાયુ વધારી એટેક લાવી શકે. જાતે દવાઓ માટે જ ના લેવી. મેડીકલેઈમ મળતો ભલે હોય નાના નાના રોગો માં દાખલ થઈ દવાઓ ઓપરેશન કરાવવા નુકસાનકરી જ શકે
  • તેલ/ઘી વિવેક: સાવ તેલ ઘી બંધ કરી કોરે કોરું લુખ્ખું ખાવાથી એટેક આવી શકે. સમજ્યા વગર ના ડાયેટ પ્લાનો, ઝીરો ફિગર ની પળોજણ તે માટે ની દવાઓ, ફિગર જાળવી રાખવા ખાવું અને પછી ઉલટીઓ કરવી, ખાલી પ્રોટીન પાવડર પી કસરતો કરે રાખવી વગેરે નુકસાન કારક ખરું જ.

    ચરબી બે પ્રકાર ની છે:

    • સંતૃપ્ત જે સામાન્ય કે તેથી ઓછા તાપમાને થીજેલી હોય. પનીર, ચીઝ, મોટા ભાગના તેલ, વનસ્પતિ ઘી. જે હાર્ટ માટે નુકસાન કારક છે.
    • અસંતૃપ્ત ચરબી: દેશી ગાયનું ઘી, કોપરેલ, તલનું તેલ જે હાર્ટ માટે નુકસાન કારક નથી
  • હાલ સફોલા નામે કરડી નું તેલ અને સુરજ મુખી ના તેલ ખાવાની સલાહો અપાય છે. પરંતુ આ આયુર્વેદ ની દ્રષ્ટિ એ ખાસ મદદરૂપ નથી તેના બદલે દેશી ઘી ની ચોપડેલી રોટલી ખાવી સારી

  • વ્યસન: તમાકુ લોહી નળીઓ ને કડક અને સ્થિતિસ્થાપકતા વગર ની બનાવી દે છે. ઓજ ને ઘટાડી હદય ને કોરું કરી ચોક્કસ હુમલો લાવે છે. વધુ પડતું દારુ નું સેવન પણ હુમલો લાવી શકે પરંતુ ડોક્ટર ની સલાહ થી યોગ્ય માત્રા માં દ્રાક્ષાસવ કે બ્રાંડી સારા ગણાય છે.
  • કમ ખાવ, ગમ ખાવ: ઠાંસી ઠાંસી ને જમવું અને ફેશન ખાતર પંજાબી, માંસ ની વાનગીઓ ખાવી એ હદય રોગ તરફ દોરી જાય. સૂપ, સ્ટાર્ટર, ભારે ખોરાક ને છેલ્લે આઈસક્રીમ ખાવાથી ખોરાક પચતો નથી. હદય અકળામણ અનુભવે છે. જેમ આપને અકળામણ માંથી બહાર આવવા આળસ ખાઈ ફ્રેશ થઈએ એમ હાર્ટ પણ અકળાય ત્યારે દુઃખાવા રૂપે આળસ કાઢે છે જેને એન્જાઈના કહે છે…
  • જાતીય સંબંધો: અતિશય જાતીય આવેગ કે ઉત્કટતા પૂર્વક સંબંધ બાંધવા, નશીલા દ્રવ્યો ની કિક લઇ સંબંધ બાંધવા કે અજાણ્યા પાર્ટનર જોડે સંબંધ બાંધવાથી હદય પર ભાર ખુબ આવે છે. અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધતી વખતે ઘણા ને હુમલો આવ્યો હોવાના કિસ્સા પણ બનતા હોય છે. જેમ નાક ખોલવાની દવા અમુક સમય પછી આડ અસર રૂપે પોતે જ નાક બંધ કરે એમ જાતીયતા વધારતી દવાઓ હદય રોગ નો હુમલો ચોક્કસ કરે જ છે.

શું ધ્યાને લેવું?

  • વાસ્તવિકતા નો સ્વીકાર કરી તણાવમુક્ત જીવન જીવો. હદય ખોલવા માટે અંગત કોઈક રાખો. બધું મૂકી સપ્તાહ માં એક વાર ધ્યાન કરી પ્રફુલ્લિત વાતાવરણ માં રહેવું… યોગ, આસનો શીખવા
  • બેઠાડું જીવન મૂકી વ્યાયામ કરવા, ચાલવું દોડવું જરૂરી.ખાસ પોતાનું કામ પોતે કરવું. નજીક જવાના કામ માટે વાહન ન વાપરવું
  • જીભ પર કાબુ રાખવો. જાણ હોવા છતાં ખાનાર ને હાથે કરી આફત નોતરનાર માટે બ્રહ્મા પણ કાઈ કરી શકતા નથી. વ્યસન પણ મુકવા. ચાલુ કરવા દવા લીધી હતી?તો બંધ કરવા દવા ની શી જરૂર? મન થી મક્કમ બની તમાકુ,સિગારેટ,દારૂ મુકવા. ખોટી દલીલો ના કરવી. તમે પોતે નહિ તો તમારા સંતાન પણ આનો તમારા જીન્સ થકી ભોગ બનશે એ સનાતન સત્ય છે. ગર્ભાવસ્થા માં પુરતું પોષણ ન લેનાર કે વ્યસન કરનાર માં ના સંતાનો ને ચોક્કસ હદયરોગ થાય છે.
  • એક ઝાટકે કામ પૂરું કરવાની ટેવ, અધીરાઈ, ખોટી ઉતાવળ, હું જ પરફેક્ટ, સતત પ્રેશર માં કે ટાર્ગેટ ની દોડધામ માં ના રહેવું.
  • કુદરતી વેગો રોકશો નહિ. ઝાડો-પેશાબ, ઊંઘ, રુદન આદિ ને રોકી ના રાખો. રડો તો મન મૂકી ધન ધનાઈ ને રડો. દિલ દઈ રડો. રોકેલો આવેગ ક્યારેક તો ઉથલો મારે જ છે. જબ વી મેટ ની કરીનાની જેમ નકામી વસ્તુઓ ને જીદગી માંથી ફ્લશ કરી નાખો. હદય માં સંઘરી રાખવાથી ચિંતા વધે એના કરતા અઠ્ઠે મારે ડાયલોગ સાથે જિંદગી જીવો.થોડા જાડી ચામડી ના બની જાવ…
  • ખુબ ચાવી ચાવી ને ખાવ, બે ભોજન ના ટાઈમ વચ્ચે કાઈ ના ખાવ. ભૂખ થી થોડું ઓછું ખાવ.સમયે કકડી ને ભૂખ લાગે, પાકેલું ફળ ખરે એમ ૩-૫ મિનીટ માં મળ નીકળી જાય ને ગાદલા માં પડતા વ્હેંત ઊંઘ આવે તો તમારા સપનેય હદય રોગ નહિ જ આવે.
  • નકામાં રિપોર્ટો, વારંવાર તપાસો એક્ષરે સોનોગ્રાફી થી બચો. કારણ વગર હળદર પણ ના ફાકો. ૪૦ વર્ષ પછી દર વરસે એક પંચકર્મ કરવી શરીર ની શુદ્ધિ કરો આ એક પ્રકાર ની બોડી સર્વિસ જ છે. સાચું પંચકર્મ કોને કહેવાય તે જાણી લો.અઠવાડિયે એકાદ નકોરડો ઉપવાસ કરો ઈન્ટરનેટ, મોબાઈલ, ટીવી વગરનો ખાસ નકોરડો..
  • છેલ્લે એક જ્યોતિષ ની વાત. હું ખાસ માનતો નથી પણ કોઈ માનતું હોય એના માટે. ઉત્તર દિશા માં સુવાથી હુમલા ની શક્યતા વધે છે. પાટડા કે બીમ નીચે ના સુવું. ઇશાન ખૂણા માં કે પૂર્વ માં સુવું. તાંબા ના વાસણો વધુ વાપરવા. રુદ્રાક્ષ ધારણ કરવો. આ શાસ્ત્ર હ્મ્બક નથી જ ચોક્કસ ગણતરી થી રચાયેલું હોઈ આ ઉમેર્યું છે. ઉનાળો આવે છે પાકેલી કેરીઓ, લીંબુ ના સરબતો ખાસ પીજો હદય માટે સારા છે.

જાણકારી બધી રાખવી, ડોકટરો ને પ્રશ્નો નો મારો ચલાવી થકવી દેવા, ઈમરજન્સી પિલ્સ ખિસ્સા માં રાખવી. ૧૦૮ એપ્લીકેશન ડાઉનલોડ કરી લેવી.

Ayunature Care Clinic

કેમોથેરપી કરતા *આદુ* ની અસર ૧૦,૦૦૦ ગણી વધુ !

રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો. કેન્‍સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્‍સરની દવા ‘ટેકસોલ’ કરતા આદુનાં ‘૬-શોગાઓલ’ નામનાં તત્‍વમાં કેન્‍સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે.

ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્‍સરના કોષો પર પ્રહાર કરે છે, સ્‍વસ્‍થ કોષો પર નહી. કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે.
કેન્‍સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્‍ય છે. પણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના આ ગુણ વિશે હજુ તાજેતરમાં જ સંશોધન થયા છે. સંશોધનો દ્વારા પુરવાર થયું છેકે કેન્‍સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આદુ વધુ અસરકારક રીતે કેન્‍સરની સારવાર કરી શકે છે. પરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કરતા આદુ દ્વારા કેન્‍સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતા દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્‍સરર્ના કોષોને ખતમ કરે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી.

આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે.
જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે.

  • મસાલામાં આદુ રાજા છે.
  • જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે).
  • ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે.
  • જીભ અને ગળુ નિર્મળ બનાવે છે.
  • વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે.
  • છાતી માંથી શરદી કાઢી નાખે છે.
  • આમવાત ના સોજા મટાડે છે.
  • જાડાપણું (મેદ) મટાડે છે.
  • કફ તોડે છે – વાયુનો કટ્ટર દુશ્મન છે.
  • સીળસ મટાડનાર છે.
  • દમના દર્દીને ફાયદો કરે છે
  • હૃદય રોગ મટાડનાર છે.
  • તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી
  • પીત્તનું શમન કરે છે.

આદુમાં ઉડીયન તેલ – ૩%

તીખાશ – ૮%

સ્ટાર્ચ – ૫૬%

આદુ ગરમ છે તે વાત ખોટી છે.

ઓર્ગેનીક અપનાવો સ્વસ્થ્ય જીવન જીવો

Ayunature Care Clinic

રાત્રે પથારીમાં ડાબે પડખે સૂઈ રહેવાના બુદ્ધિગમ્ય અને મેડીકલ કારણો

આપણને લાગે કે જમણું સારું…પણ ક્યારેક ડાબું વધારે સારું…નીચેની માહિતી વાંચો..ખબર પડશે કે Right is wrong and Left is right….વાંચો..વાંચો….

ડાબે પડખે સૂઈ રહેવાના કેટલા બધા ફાયદા છે..! ડાબે પડખે સૂવાથી કરોડના હાડકાં પર જોર ઓછું પડે* છે. જો તમને કમરનો દુ:ખાવો કાયમ રહેતો હોય તો ડાબે પડખે સુવાથી કમરનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.
વૈજ્ઞાનિકો એ ઘણા બધા પ્રયોગો પછી શોધી કાઢ્યું છે કે તમારા શારીરિક અને માનસિક આરોગ્ય માટે તમે રાત્રે કઈ રીતે સૂઈ જાઓ છો તે સૌ કોઈએ જાણવું ખૂબ જરૃરી છે ..તમે કેટલા કલાક સૂઈ જાઓ છો અગત્યનું નથી પણ કેવી રીતે સૂઈ જાઓ છો તે અગત્યનું છે.

છેલ્લા સંશોધન પ્રમાણે જે લોકો ડાબે પડખે સૂઈ જાય છે તેઓ જમણે પડખે સૂઈ જનારા કરતાં વધારે તંદુરસ્ત બને છે આ વાતનો ઉલ્લેખ આપણાં દેશના આયુર્વેદના પુરાણા ગ્રંથ ‘ચરક સંહિતા’*માં પણ કરેલો છે.

  • તમારા શરીરની ‘લીમ્ફેટિક સિસ્ટમ’ વધારે સક્રિય થાય છે. જેની અસરથી શરીરમાં (ખાસ કરીને મગજમાં) એકઠા થયેલા ઝેરી પદાર્થો (ટોકસીન્સ) અને બિનઉપયોગી કચરો ‘લીમ્ફનોડ’ની મારફતે બહાર નીકળી જાય છે.
  • હૃદયને ફાયદો થાય છે.ગ્રેવીટિને કારણે હૃદય મારફતે જુદા જુદા અંગોને લોહી પહોંચાડનારી આર્ટરીમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને લીમ્ફનોડ મારફતે હૃદય તરફ લીમ્ફની નળીઓમાં લીમ્ફ સારી રીતે જાય છે.
  • હાર્ટ બર્ન (એસિડિટી) થતો અટકે*છે. ડાબે પડખે સુવાથી હોજરીમાંથી એસિડ અને ખોરાકનો નહીં પાચન થયેલો ભાગ અન્નનળીમાં પાછો જતો નથી એટલે એસિડિટી થતી નથી. હવે તમને જ્યારે જ્યારે એસિડીટી જેવું લાગે ત્યારે થોડી વાર ડાબે પડખે સૂઈ રહેજો. એસિડીટીનાં લક્ષણો ઓછા થઈ જશે.
  • ડાબે પડખે સૂઈ જવાથી તમારી હોજરી અને પેંન્ક્રિયાસ પેટમાં થોડા ઊંચે રહેવાથી હોજરીના પાચક રસો અને પેંન્ક્રિયાસમાંથી નીકળતા એંન્ઝાઈમને કારણે લીધેલા ખોરાકનું પાચન સારી રીતે થાય છે એટલે કે પાચન શક્તિ સુધરે છે. ડાબે પડખે સૂઈ જવાથી ખોરાકનું પાચન થયા પછી વધેલો નકામો કચરો મોટા આંતરડામાંથી મળાશયમાં સરળતાથી જાય છે. આને કારણે તમે સવારે ઉઠો કે તમારે મળત્યાગ (હાજત)માટે જવું પડે છે.
  • ડાબે પડખે સૂઈ જવાથી તમારી કરોડના હાડકાં પર જોર ઓછું પડે છે. આને કારણે જો તમને કમરનો દુ:ખાવો કાયમ રહેતો હોય તો ડાબે પડખે સુવાથી કમરનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.
  • *ગર્ભવતી સ્ત્રી ડાબે પડખે સુઈ જવાનું રાખે તો તેને થતો કમરનો દુ:ખાવો તો ઓછો થઈ જશે પણ સાથે-સાથે લિવર પર ગર્ભાશયનું દબાણ નહીં આવવાથી લોહીનું પરિભ્રમણ સારી રીતે થશે જેનો લાભ ગર્ભાશય, તેમાં રહેલા ગર્ભ અને કિડનીને મળશે.
  • તમારી સ્પ્લીન (બરોળ) એક મોટી લીંફ ગ્લેન્ડ છે. તમારા *શરીરની ડાબી બાજુએ છે, ડાબી બાજુએ સૂઈ જવાથી તેમાં એકઠો થયેલો કચરો જલ્દી નીકળી જવાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ આવે છે.
  • ડાબે પડખે સૂઈ જવાથી નસકોરાં બોલતા બંધ થઈ જશે કારણ તમારી શ્વાસ નળી ઉપર થતું તમારી જીભના અને ગળાના સ્નાયુનું દબાણ ઓછું થઈ જશે.
  • ડાબે પડખે સૂઈ જવાથી તમારા મગજમાં એકઠા થયેલા ટોક્સીન પદાર્થ સરળતાથી નીકળી જાય છે એટલે તમે જ્યારે સવારે પથારીમાંથી ઊઠો છો ત્યારે તમને એકદમ સ્ફૂર્તિ લાગે છે.
Ayunature Care Clinic

ચાલવના નવ ફાયદા

  • 2થી5 મિનિટ ચાલવાથી અચાનક આવતા મૃત્યુનું 33 ટકા જોખમ ઘટી જાય છે
  • 5 થી 15 મિનિટ ચાલવાથી કાર્ય કરવાની ક્ષમતામાં 60 ટકા વધી જાય છે
  • 15 થી 20 મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે
  • 20 થી 30 મિનિટ ટહેલતા ટહેલતા કુદરતી સૌંદર્ય જોઈને ચાલવાથી નિરાશાજનક વિચારો ઘટી જાય છે
  • 30થી 35 મિનિટ ચાલવાથી હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે
  • અઠવાડિયામાં ત્રણ દિવસ 45 મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે
  • 40થી50 મિનિટ ચાલવાથી હાઇપર ટેનશન ઘટે છે
  • 150 મિનિટ સ્લો મોશનમાં ચાલવાથી કસરત કે જિમ કરતાં વધુ ફાયદો થાય છે
  • ચાલવાનું શાંતિથી ધીમે ધીમે ભેંસ દોહતા હોય તેમ અંગુઠાને મુઠ્ઠીની અંદર રાખી ચારે આંગળીઓ વડે દબાણ આપીને ચાલવાથી હાઈ બીપી,લો બીપી કંટ્રોલમાં રહે છે

આમ જો ફક્ત ચાલવાથી જ મફતમાં આટલા બધા ફાયદા મળતા હોય તો શા માટે ના ચાલવું જોઈએ

તો ચાલો આજથી જ ચાલવાનું ચાલુ કરી દઈએ અને ઘણાબધા રોગમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ જરૂરથી કરીએને બીજાને પણ આ ફાયદા વિશે જરૂરથી જણાવીએ

Ayunature Care Clinic

એક આમળા ની આકાશવાણી

હું આમળું, ઓળખ્યું ? 
ગોળ, લીલું ખુબજ ખાટું લાગે એ !!

મને English મા Indian gooseberry કહે છે

ભારત ના ૠષિ મુનીયો એ મને આયુર્વેદ માં પેહલા સૌથી પાંચ મહત્ત્વ ના ઔષધ મા સ્થાન આપ્યું છે, હા એ વાત અલગ છે કે આજ કાલ મારો ઉપયોગ માત્ર Hair Oil બનવા તરીકે થાય છે !! આ માથા ના વાળે બહુ તાપ કરી ને વરદાન માગ્યું લાગે છે કે આમળું ખાલી મારી જ સેવા કરે !!

હે ! મનુષ્ય મારે તમને કેવું છે કે મારી સેવા નો લાભ માત્ર વાળ સુધી જ સીમિત નથી પણ હું તમારા આખા શરીર નિ સેવા કરી સકુ તેમ છુ !

પેહલા તો મને જાણો:

  • તમને એમ લાગે કે હું તુરુ અને ખાટું છુ … સાચી વાત ? પણ તમરી અજ્ઞાનતા દુર કરી દઉ, મારા મા સ્વાદ ના છ એ છ રસ છે એટલે કે તીખા, ખાટા, તુરા, મીઠા, ખરા, કડવા !!
  • મારા મા 445mg -650mg /100g Vitamin C હોય છે ! જે orange મા હોય એના કરતા 20 ગણું વધારે છે.
  • ભારત માથી હું દર વરસે 25000 MT જેટલા બીજા દેશ મા નિકાસ થઉ છુ.
  • હું શિયાળા મા તમને મળી શકું।
  • હું ત્રણેય દોષ વાત , કફ અને પિત ને સંતુલિત કરું છુ.
  • આયુર્વેદ પ્રમાણે હું એક રસાયણ છુ..

મારા ફાયદા જાણો:

  • તમને પજવતો cholesterol વાસ્તવ મા બે ભાઈઓ છે ! HDL અને LDL, હિન્દી movie મા જેમ હોય એક ભાઈ સારો અને એક ખરાબ અને એને કન્ટ્રોલ મા રાખે એની મા, તો બસ હું HDL જે સારો છે અને body મા વધે તો સારું એટલે હું એને encourage કરું છુ વધવા માટે અને, આ નઠારો LDL ને ડંડા મારી ને ઘટાડું છુ, અને મારું સસ્ત્ર pectin દ્વારા કરું છુ.
  • Antioxidant – એટલે કે શારીર ઝેરીલું બનતું હોય છે એને ચોખ્ખું હું કરી સકું , અને આથી હું cancer જેવા રોગો સામે દીવાલ બની ને ઉભી શકું
  • Anti aging:- સ્ત્રીઓ ખાસ વાચે ! સ્કીન પર કરચલીઓ દુર કરી સકું
  • ચ્યાવાન્પ્રાશ : વરસો પેલા ચ્યવન નામના ઋષિ 70 વર્ષ ના થયા ત્યરે એને એક રસાયણ શોધ્યું જે વૃધ્ધોને પણ યુવાન બનાવી દે અને એને અપને ચ્યાવાન્પ્રાશ કહીએ છીએ , ચ્યાવાન્પ્રાશ મા મારું પ્રમાણ 70-75% હોય છે
  • કબજિયાત :- 90% લોકો આનાથી પીડાય છે અને અગણિત રોગો આના દ્વારા થાય છે। મારો juice રોજ સવારે પીવે તો જેમ રસોડાની ની સિન્ક ની pipeline નો કચરો ચોટયો હોય અને દુર કરવા chemical નાખવું પડે એવી જ રીતે હું તમારા પેટ માં જય ને તેની દીવાલ પર ચોટેલો કચરો દુર કરી દઉ છુ
  • Diabetes :- ભારત દેશ ને આ રોગે ભરડો લીધો છે, તો આ diabetes પણ હું કન્ટ્રોલ કરી સકું, હુ glycosylated hemoglobin ને બનતું અટકાવું છુ જેને કારણે તમારું diabetes control મા રહી શકે.
  • મારો ઉપયોગ ચામડી થી લય માથા ના વાળ, તમારું heart, પેટ, લોહી વગેરે ને ઠીક કરવા માટે થાય છે, મારા ઉપયોગ અગણિત છે।
  • એટલે કે હું all rounder છુ !
  • Blood pressure, diabetes, વાજીકરણ, પેટ ના રોગો, સ્કીન અને વાળ ના રોગો, લોહી સુદ્ધીકારણ, શક્તિવર્ધક, ત્રણેય દોષ ઠીક અને બીજા અગણિત રોગો ની સારવાર માં હું ખુબજ ઉપયોગી
    કરવા જેવું કામ એ હવે શિયાળો આવે ત્યરે રોજ ફ્રેશ આમળા લઇ ને ફ્રેશ juice 25ml -50ml પી જુવો અને આખો શિયાળો પીવો અને ફરક જુઓ !! જો ચમત્કારી ફરક ના જોવા મળે તો મારું નામ આમળા માંથી આખલો અને gooseberry માંથી faltooberry કરી નાખજો !

Ayunature Care Clinic

લીલી હળદરનાં ફાયદા અને મહેસાણા નું પ્રખ્યાત લીલી હળદરનું શાક બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયુ છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લિલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે.

હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી બચી શકાય છે. દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે તત્વ ઉમેરવામાં આવે છે, એ છ એ છ તત્વ હળદરમાં સમાયેલાં છે. જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં 56000 જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.
હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધૂરું છે. સાથે જ હળદરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. એમાંય જો તમે મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ જાય છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘા માં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. વળી, લીલી હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે.

લીલી હળદરનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ
  • 500 ગ્રામ ટમેટાની અધ્ધકચરી ગ્રેવી
  • 500-750 ગ્રામ લીલી હળદર
  • 500-750 ગ્રામ લસણ
  • 500 ગ્રામ ઘી
  • 500 ગ્રામ દહીં (લસ્સી જેવું)
  • 250 ગ્રામ આદું
  • 250 ગ્રામ મરચાની પેસ્ટ
  • 250 ગ્રામ લીલા વટાણા
  • 200 ગ્રામ કોથમીર
  • 200-400 ગ્રામ સમારેલ ગોળ
  • મીઠુ, લાલ મરચું

લીલી હળદરનું શાક બનાવવાની રીત:<

સૌપ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાં સુધી સાંતળી લેવી (બળી ન જાય તેનુ ધ્યાન રાખવું.)

પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી. ઘી છૂટું પડે એટલે આદું છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું ત્યારબાદ મરચાની પેસ્ટ ઉમેરવી. પછી જરૂર મુજબ મીઠુ અને લાલ મરચું ઉમેરવું. પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું. છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો, હવે તૈયાર છે હળદરનું ટેસ્ટી શાક. આ શાકને બાજરીના રોટલા સાથે સર્વ કરવું.

આ સિવાય લીલી હળદરનો ઉપયોગ સલાડ તરીકે અથવા અથાણું બનાવીને પણ કરી શકાય.

લીલી હળદરના ફાયદા

હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

Ayunature Care Clinic

ઘરમાં થતાં ઝઘડા-કંકાસની અસર બાળકો પર થાય?

‘આ શું બનાવ્યું છે ?’

‘ઓહ….મમ્મી….. આ કઢી તો બહુ ખરાબ છે.’ દીકરો મોટેથી બરાડી ઊઠયો.

‘સોરી… આઈ એમ. સોરી… બેટા….’ મમ્મીએ દિલગીરીપૂર્વક કહ્યું.

‘ના….. મારે નથી ખાવું.’ બાળકે તોફન શરૂ કર્યું.

‘બેટા… પ્લીઝ… આજે હું…. !’ આટલું બોલતાં તો મમ્મીની આંખો ભીની થઈ ગઈ.

મમ્મી આજે ખૂબ થાકી ગઈ હતી. આજે સવારથી જ તબિયત પણ સારી નહોતી. નોકરી પરથી ઘરે આવતાં ખૂબ મોડું થઈ ગયું હતું. તેમ છતાં ઝડપથી હાથ-પગ ધોઈ રસોઈ બનાવવા મંડી પડી હતી. પપ્પા પણ આજે ઘરે મોડા આવ્યા હતા.

દીકરાને ખૂબ ભૂખ લાગી હતી. પપ્પા સાથે જમવા બેઠો હતો. મમ્મીએ બંનેને થાળી પીરસી હતી અને ગરમ -ગરમ રોટલી બનાવીને બંનેને જમાડતી હતી અને દીકરો મોટેથી બરાડી ઊઠયો, ‘કઢી બહુ ખરાબ છે મારાથી ખવાશે નહિ.’

પપ્પાએ બાળક તરફ્ જોયું ને શાંતિથી કહ્યું, ‘જો, બેટા બૂમો પાડવાની જરૂર નથી. હું પણ કઢી ખાઈ રહ્યો છું. જો તને કંઈક ઓછું વત્તું જણાય તો તેમાં મીઠું-મરચું-લીંબુ નાખીને તને ભાવે તેવી બનાવી લે.’

પપ્પાના કહેવાની બાળક પર અસર થઈ. તેણે શાંતિપૂર્વક કઢી ખાઈ લીધી. હવે પત્ની જમવા બેઠી તેને ખબર પડી કે કઢીમાં મીઠું કે મરચું નાંખવાનું પોતે ખરેખર ભૂલી જ ગયેલી. તેણીએ પતિને પૂછયું કે, ‘ખરેખર કઢી સ્વાદહીન છે. તો તમે કેમ કંઈ ન બોલ્યાં ?’ ત્યારે પતિએ કહ્યું કે, ‘દીકરો મોટો થશે ત્યારે તેને કઢીના સ્વાદ વિશે કંઈ યાદ નહીં હોય, પરંતુ તેને મારા શબ્દો અને વર્તન હંમેશાં યાદ રહેશે.’

બાળકની સૌથી મોટી ટેકસબુક મા-બાપનું તેની સામેનું વર્તન છે. પોતાના કુટુંબ પાસેથી બાળક જેટલું અને જેવું શીખે છે તેવું બીજે કયાંયથી શીખતું નથી!

વિનય અને સંસ્કારનું શિક્ષણ તેને પોતાના ઘરમાંથી જ મળે છે. જે ઘરમાં અસંસ્કારીતા અને કલુષિત વાતાવરણ હોય ત્યાં ઘડતરના મોટા પ્રશ્નો સર્જાતા હોય છે. મોટે ભાગે મા-બાપ પોતાનું આદર્શ વર્તન બાળકો સમક્ષ મૂકવામાં સદંતર નિષ્ફ્ળ જતા હોય છે. મા-બાપ માટે, નાની લાગતી વાત કે ઘટના બાળક માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. બાળપણમાં બનેલી કોઈપણ ઘટનાની સારી-નરસી અસર મન ઉપર આજીવન રહે છે. બાળકના નિર્દોષ અને નિર્મળ મનમાં સારી ઘટનાઓ, સારા બનાવો અને તેના વ્યકિતત્વને પોષક બને તેવાં ઉદાહરણો પૂરા પાડવાની પેરેન્ટ્સની મોટી જવાબદારી છે. બાળકને એવા પ્રસંગોમાં કયારેય ન મૂકવું કે જેમાં તેને ખોટું બોલવાથી ફયદો થતો હોય ! સાચંુ બોલવાથી તત્પૂરતંુ નુકસાન થશે, પરંતુ લાંબેગાળે ફયદો છે તે વાત બાળકને સમજાવવામાં મોટે ભાગે પેરેન્ટ્સ નિષ્ફ્ળ જતા હોય છે. પરિણામે બાળકને નાનપણથી જ ખોટું બોલવાની આદત પડી જાય છે. ખોટું બોલવું ને સુ-ઘડતરને બારમો રાહુ છે.

આ ઘટના માત્ર કઢી પૂરતી મર્યાદિત ન રહેતા બાળકના ઘડતરમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. દરેક વખતે રસોઈ સારી જ બને એવું નથી. રસોઈ છે કયારેક બગડે પણ ખરી, તેમાં મોં બગાડવાને બદલે મીઠું-મરચંુ-લીંબુ ઉમેરીને પોતાને ગમતો ટેસ્ટ મેળવી શકાય છે. જો પપ્પાએ તેના દીકરા જેવું વર્તન કર્યું હોત તો તેની પત્ની તો દુઃખી થાત જ, પરંતુ તેનો દીકરો આવું વર્તન કાયમ માટે શીખી જાત.

ઘર બને છે ગૃહિણી થકી. તેના ગમા-અણગમા અને ટેન્શનનો વિચાર કરી તેની કાળજી લેવાની દરેક સંસ્કારી કુટુંબના સભ્યોની ફ્રજ બને છે.

ઘરમાં બનતી દરેક ઘટના અને પ્રસંગની બાળકનાં મન ઉપર શી અસર પડશે? તેની મા-બાપે આગોત્તરી કાળજી રાખવી પડે. બાળકને એક વ્યકિત તરીકે સ્વીકારવાથી અને તેના ગમા-અણગમાને ધ્યાને લેવાથી કેટલીક રુચિકર બાબતોને નીવારી શકાય છે. બાળક ભલે નાનું છે પણ તેનું સન્માન પુખ્ત છે આ બાબતનું ધ્યાન રાખવાથી બાળકના ઘડતરમાં ધાર્યો ઘાટ આપી શકાય છે.