Ayunature Care Clinic

ડીપ્રેશન ને આ રીતે ઓળખો, વાચો લક્ષણો

ઉદાસીરોગ બહુ મોટા પ્રમાણમાં જોવા મળતો રોગ છે. ઉદાસીરોગ કોઇપણ વ્યકિતને –સ્ત્રીકે પુરૂષ, બાળક કે વૃદ્ઘ, શિક્ષિત કે અશિક્ષીત, ગરીબ કે તવંગરને થઇ શકે છે. ઉદાસીરોગની શરૂઆત મોટે ભાગે ૨૦ થી ૫૦ વર્ષની વચ્ચેની ઉંમરે થાય છે. દર સોએ વીસ સ્રીઓને અને દર સોએ દસ પુરૂષોને એમના જીવનકાળ દરમ્યાન કયારેક તો.

ઉદાસીરોગ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૦૨૦ માં ઉદાસીરોગ સ્વાસ્થ્યના આર્થિક અને સામાજીક બોજમાં રોગોના ક્રમમાં બીજા સ્થાને પહોંચી જશે.

ઉદાસીરોગનાં લક્ષ્ણો :- ઉદાસીરોગના દર્દીને સતત ઉદાસી લાગ્યા કરે છે. કોઇ વાતમાં એમનું મન લાગતું નથી. નિરાશા, લાચારી, જલ્દી ગુસ્સો આવી જવો વગેરે લક્ષ્ણો દેખાય છે. જો નીચેનાં ચાર કે તેથી વઘારે લક્ષ્ણો હોય તો માનસિક રોગના નિષ્ણાંતની સારવાર લેવી હીતાવહ છે.

ઊંઘ ની તકલીફ,ઊંઘ મોડી આવવી, વચ્ચે વચ્ચે આંખ ઉઘડી જવી, રોજ કરતાં બે-ત્રણ કલાક વહેલા ઊંઘ ઉડી જવી, તાજગીદાયક, ગાઢ ઊંઘ ન આવવી કે વઘારે પડતી ઊઘ આવવી.

  • ભૂખ ન લાગવી, વજન ઘટવુ.
  • મન ઊદાસ રહેવું, રસની પ્રવૃત્તિઓમાં મન ન લાગવું.
  • શકિત-નબળાઇ લાગવી, જલ્દી થાક લાગવો.
  • હું કઇ કામનો નથી. એવી લઘુતાગ્રંથિ.
  • સતત નિરાશા.
  • મે કંઇ ખોટું કર્યુ છે, મોટું પાપ કર્યુ છે અવી દોષીત હોવાની ખોટી લાગણી.
  • એકાગ્રતાનો અભાવ, નિર્ણય લેવામાં તકલીફ.
  • બોલવું-ચાલવું-વિચારવું ઘીમું પડી જવું કે ઝડપી બની જવું, રઘવાટ થવો.
  • સતત મરણના વિચારો, આપઘાતના વિચારો કે કોશીશ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *