Ayunature Care Clinic

“સાંધા નો દુઃખાવો” મટી શકેછે.

આયુર્વેદ નું અમૃત….

“સાંધા નો દુઃખાવો” મટી શકેછે.

આ માન્યતા ખોટી છે કે…. સાંધા નો દુઃખાવો કાયમી મટતો નથી. એ ચોક્કસ છે કે વૃદ્ધાવસ્થા માં સહજ રીતે વાયુ નો પ્રકોપ થાય તેથી ધડપણ માં “વા “ ના રોગો મટાડવા મુશ્કેલ છે. તથા આજની ખાણી- પીણી ને રહેણી- કરણી એવી છે કે, બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા થી જ આમદોષ, સ્થૂળતા, હાઈ કોલેસ્ટેરોલ ને હૃદયરોગો, મધુમેહ જ્યાં જોવા મળેછે ત્યાં સાંધાનો દુઃખાવો ઝડપ થી મટાડવો મુશ્કેલ બનેછે.

હાડકા માં ને સાંધા માં વાયુ નું સ્થાન છે, વાયુ આખા શરીર માં ફરતો રહેલો છે, અને ફરવું તે વાયુ નું કર્મ છે. “વા ગતિ ગંધનયો: વાયુ:”. પરંતુ જયારે વાયુ ની ફરવા ની ગતિ માં અવરોધ આવે, સાંધાઓ માં આમદોષ, કાચોરસ જમા થઇ જાય ત્યારે વાયુ ની ફરવાની ગતિ રોકાઈ જાયછે અને સાંધા માં સોજા ને દુઃખાવો થાયછે. “ન વાતેન વિના શૂલમ”. વાયુ વિના દુઃખાવો થાય નહિ.

આજે જેમ મોટા ભાગના છાતી ની બળતરા ને એસીડીટી ની ફરિયાદ સાથે આવતા દર્દીઓ ને ખરેખર એસીડીટી નહિ પરંતુ અપચો હોયછે. તેવા દર્દી ને આદુ, હરડે, સુંઠ, મરી આપવાથી એસીડીટી મટી જાયછે.. તેવી જ રીતે સાંધા નો દુઃખાવો એટલે સંધિવાત ને “વા” સમજી ને થતી સારવાર પણ ખોટી સારવાર બનેછે…. કારણકે તેવા મોટા ભાગ ના દર્દી ને સાંધા માં આમદોષ હોયછે. અને આમદોષ થી ત્યાં આમવાત નામનો રોગ થાય છે.

આવા, આમવાત ના દર્દી ને માલીશ કે દિવસ ની ઊંઘ, ભરપેટ ભોજન કે આળસ થી રોગ વધે છે. તેમને સવારે સાંધા માં દુઃખાવો વધે છે ને સોજા થાય છે. તાવ, આળસ, અપચો, તરસ વધુ લાગે, ને દર્દ વધી જાય ત્યારે બધાજ સાંધા માં વીંછી ડંખ મારે તેવી વેદના પણ થાયછે. ત્યારે તેવા દર્દી ને માટે… ઉપવાસ, સુંઠ થી ઉકાળેલું પાણી પીવું અને તે પણ જરૂર લાગે ત્યારે જ. વધુ ને વારંવાર પાણી પીવાથી પાણી પણ પચે નહિ ત્યારે તે પાણી માં થી પણ આમ થાય છે,, તો પછી ખવાતી વધુ પડતી દવાઓ ને વિશેષ કરી ને દુખાવા ની એલોપેથીક દવાઓ થી દદૅ દૂર નહિ થવા ઉપરાંત કીડની ફીલ્યોર થાય.

સુંઠ થી ઉકાળેલું પાણી જરૂર લાગે ત્યારે પીવું. સુંઠ ના ઉકાળા માં દીવેલ પીવું. લસણ વાળી મગ ની દાળ પીવી. નગોડ, સુંઠ ને લસણ નો ઉકાળો પીવો. સુંઠ ને હરડે સરખા ભાગે લેવી. અને આમ નું પાચન કરી ને દર્દ દૂર કરે તેવા ઔષધો નો આયુર્વેદ નો ખજાનો વૈદ્ય પાસે થી લેવો.

હા… કોઈક દર્દી ને આમ નું પાચન થયેલ હોય ને નબળાઈ થી કે વધુ કામ કરવાથી સાંધા નો દુઃખાવો થયેલ હોય તે સંધિવાત છે. જેમાં સાંધા માં અવાજ આવે, દુઃખાવો સાંજે વિશેષ થાય, નબળાઈ ને થાક હોય ત્યારે… તે રોગ માત્ર વાયુ નો છે તેમ સમજવું. તેમાં માલીશ અને શક્તિ આપનારા ઔષધો.. દૂધ, અશ્વગંધા, ગંઠોડા ઉપયોગી છે. સંધિવાત માં માલીશ શ્રેષ્ઠ છે જયારે આમવાત માં રેતી, મેથી કે અજમા ની પોટલી નો સૂકો શેક ઉત્તમ છે. આમવાત માં માલીશ કરાય નહિ.

બસ્તી કર્મ:- તમામ રોગો માં વાયુ બળવાન અને વાયુ ને નાથવામાં બસ્તી બળવાન. તેથી માત્ર બસ્તી એક માત્ર ચિકિત્સા પદ્ધતિ છે કે જેનાથી ના માત્ર સાંધા ના બલકે સંપૂર્ણ શરીર ના, વાયુ ના બધાજ રોગો મટે છે. પરંતુ આ બસ્તી એટલે સાદું પાણી કે સાબુ નું પાણી નો એનીમા ને આયુર્વેદ ની આ વૈદ્ય દ્વારા અપાતી બસ્તી માં જમીન- આસમાન જેટલો તફાવત છે.

અમે વૈદ્યો બસ્તીકર્મ માં… ઓછું ખાવાનું {૩ થી ૫ દિવસ નું દીપન- પાચન કર્મ} કરાવી, ઔષધ યુક્ત ઘી થી સંપૂર્ણ શરીર સ્નેહિત કરી, માત્ર ઝાડા નહિ પરંતુ શાસ્ત્રીય પદ્ધતિ થી વિરેચન કરાવી, પછી ધીરે ધીરે ખોરાક પર જવાનું- સંસર્જન કર્મ કરાવી ને બસ્તી કર્મ કરીએ છીએ.

પછી બસ્તી કર્મ માં દરેક વખતે સંપૂર્ણ શરીર પર માલીશ કરી, ઔષધ ની વરાળ નો શેક આપી, ભોજન કરાવી ઔષધ યુક્ત તેલ, ઘી, દૂધ કે અન્ય જરૂરી પુષ્ટીદાયક દ્રવ્યો ની બસ્તી આપીએ જે ૩ થી ૧૨ કલાક શરીર માં ટકી રહે. આ અમારી અનુવાસન બસ્તી થઇ.

તેવી જ રીતે માલીશ, શેક બાદ ઔષધ ના ઉકાળા માં કલ્ક દ્રવ્યો, સિંધવ, મધ ને ઔષધ યુક્ત તેલ કે જરૂરી સ્નિગ્ધ દ્રવ્યો ઉમેરી ને બસ્તી આપીએ જે લીધા બાદ તરતજ સંડાશ જવું પડે ત્યારબાદ તરત ભોજન કરવું. આ અમારી નીરૂહ બસ્તી. આવી બસ્તી નો વિધિવત પંચકર્મ વૈદ્ય પાસે કોર્સ કરવાથી “વા” ના રોગો મટે જ, મટે. માટે જ બસ્તી ને “અર્ધી ચિકિત્સા” કહી છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *