Ayunature Care Clinic

આયુર્વેદ અનુસાર ગરમીની ઋતુમાં લીમડાના પાનનો ઉપયોગ કરવાથી જળમૂળ માંથી આ ૯ રોગોનો નાશ થાય છે

મિત્રો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે પ્રાચીનકાળથી લીમડાના પત્તાનો ઉપયોગ ઔષધિના રૂપમાં થઈ રહ્યો છે. કડવો લીમડો એક પ્રકારે આયુર્વેદિક દવા સમાન છે, જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. લીમડામાં એન્ટી ફંગલ નામનું તત્વ મોટા પ્રમાણમાં મોજુદ છે. લીંબડાના પાનનો કડવો સ્વાદ ઘણાં લોકોને ગમતો નથી માટે તેઓ ઈચ્છવા છતા પણ ખાઇ નથી શકતા. પણ જો લીંબડાના પાનનો રસ બનાવીને પીવામાં આવે તો તમે નહિ ધર્યો હોય તેટલો ફાયદો થશે.

ગરમીની ઋતુમાં લીમડાના પાનનો ઉપયોગ એક રામબાણ ઇલાજ જેવું કામ કરે છે. આમ જોવા જઈએ તો લીમડાનાં પત્તાં નહીં પરંતુ લીમડાનું આખું વૃક્ષ ઘણાં બધાં રોગો દૂર કરવાના ઉપયોગમાં આવે છે, ફક્ત જરૂર એટલી છે કે એની જાણકારી હોવી જોઈએ કે લીમડાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તો કયો રોગ દૂર થાય. તો આવો જાણીએ લીંબડાના પાનના ઉપયોગ અને ફાયદા વિગત વાર.

દાદ-ખુજલી: લીમડાના પાનમાં ભરપૂર માત્રામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ જોવા મળે છે. જેનો ઉપયોગ કરવાથી જુના ચામડીના રોગો જેવાકે દાદર, ખંજવાળ આવવી અને બીજા ચર્મ રોગોનો નાશ થાય છે અને એ રોગોથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

જીર્ણ તાવ: લીંબડાના પાનનો રસ કાઢીને પીવાથી શરીરમાં રહેલો જીર્ણ તાવ દુર થાય છે. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચનતંત્ર સારું રહે છે.

ડાયાબીટીસ: લીમડાના પત્તાને વાટીને પાણી સાથે પીવાથી બ્લડમાં શુગરનું લેવલ કન્ટ્રોલમાં રહે છે. આમ લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલ: લીંબડાના પાનને પાણીમાં ક્રશ કરીને એનો રસ પોવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રને ઘટાડે છે. લીમડાના પાનના રસનું મહિનામાં ૧૦ દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.

કેન્સર: સવારે ખાલી પેટે લીમડાના પત્તાને ચાવી જવાથી શરીરના કોષોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં શક્તિ મળે છે. અને કેન્સરના સેલ કમજોર થઇ જાય છે.

કમળો: લીમડાના પાનનો મિક્ષરમાં પાણી મેળવીને રસ કાઢી ને ૨ ચમચી લીંબડાનો રસ અને ૧ ચમચી મધ સાથે મિક્ષ કરીને પીવાથી કમળામાં ફાયદો થાય છે.

કાન અને આંખ: લીમબડાના રસના ટીપાં કાનમાં નાંખવાથી કાનના રોગોમાં પણ ફાયદો થાય છે. જો લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવામાં આવે તો આંખોની રોશની વધે છે.

ખીલ અને ડાઘ: લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે. જો કોઈ વ્યક્તિને ચહેરા ઉપર ખીલ હોય અથવા મોં માંથી દુર્ગંધ આવતી હોય તો લીમડાના તાજા પાનને પથ્થર ઉપર પીસી લેવા એના પછી એની નાની ગોળીઓ બનાવી લેવી. ગોળીઓને તડકામાં રાખીને સુકાવા દેવી જયારે એ ગોળીઓ સુકાઈ જાય ત્યારે એને એક ડબ્બીમાં ભરી લેવી. દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણી સાથે એક અથવા બે ગોળી લેવી, આટલું કરવાથી પાચનશક્તિમાં સુધારો આવશે અને ચહેરા પર ખીલ-ડાઘ મટી જશે.

દાંતોમાં સડો: જો તમારા દાંતોમાં સડો લાગેલો હોય અથવા તો દાંતો ઉપર પીળા રંગની છારી બાઝી ગઈ હોય તો લીંબડાની એક નાની ડાળખી લઈ દાંતો વડે ચાવીને એનો બ્રશ બનાવી વ્યવસ્થિત રીતે દાંતો પર ઘસવી, અને દાંત સાફ કારાવા, જેના લીધે તમારા મોં માંથી આવતી દુર્ગંધ પણ દુર થઈ જશે અને દાંત ઉપર જામેલું પીળા રંગ નું આવરણ રહેશે નહિ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *